અમદાવાદમાં દિવસે દિવસે વાયુ પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે. વાયુ પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ અસર થવા માંડી છે. ત્યારે શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે મહાનગર પાલિકા દ્વારા એર સેન્સર લગાવવામાં આવશે. તંત્રને એર સેન્સરથી પ્રદૂષણ અને પ્રદૂષિત હવા અંગે જાણ થશે. જે જગ્યાએ પ્રદૂષણ વધશે ત્યાં ફાયર કે ગાર્ડન વિભાગને જાણ કરાશે.


લિકવિડ ફોર્મનો ઉપયોગ કરી પ્રદુષણ ઓછું કરાશે

મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, એર સેન્સરના કારણે તંત્રને જે જગ્યાએ પ્રદૂષણ થઈ રહ્યું છે તેની જાણ થશે અને તે અંગે જે તે વિસ્તારના ફાયર કે ગાર્ડન વિભાગને જાણ કરવામાં આવશે. ધુમાડો વધતાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવશે.

ગાર્ડન વિભાગને વૃક્ષ વાવવા સૂચના અપાશે

આ ઉપરાંત શહેરમાં લિક્વિડ ફોમનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઓછું કરાશે. દેવાંગ દાણીએ વધુમાં કહ્યું હતું કે, શહેરમાં વધુ પ્રમાણમાં વૃક્ષો વાવવા માટે ગાર્ડન વિભાગને સૂચના આપવામા આવશે. શહેરમાં વધી રહેલા વાહનોની સંખ્યા અને અન્ય એકમોમાં થતા ધુમાડા દ્વારા પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. જેથી તેની માત્રા ઓછી કરવા એર સેન્સર લગાવવામાં આવશે.


આ પણ વાંચોઃ Wankaner : કોઠી મહિકા ગામમાં ખનીજ માફિયાના ત્રાસથી 3 યુવાનોએ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ, 1નું મોત


  • Follow us on: