ગુજરાતમા હાઈવે પર ગમખ્વાર અકસ્માતો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે વિરમગામ માલવણ હાઈવે પર ટ્રક પાછળ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ટ્રક પાછળ બાઇક અથડાતા અકસ્માત

પ્રાપ્ત વિગતો પ્રમાણે વિરમગામ માલવણ હાઈવે પર વણી ગામ નજીક રેલવે ટ્રેક પરના ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંધ પડેલા ટ્રકની પાછળ બાઈક સવાર અથડાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હેબતપુર ગામના રાજેશ કેહડિયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Ahmedabad ના પોશ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, વિજય ક્રોસ રોડ નજીક બે રાઉન્ડ ગોળીબારથી ખળભળાટ


  • Follow us on: