અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી વાલીઓ ચિંતિત બન્યા છે. ત્યારે હત્યા બાદ અત્યાર સુધીમાં 170થી વધુ LC લેવાયા હોવાની વાત સામે આવી છે. હજી પણ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના LC લેવાનો દોર યથાવત રહ્યો છે.એક દિવસમાં 50થી વધુ વાલીઓ એલસી લેતા હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં શિક્ષણ અધિકારી પણ એલર્ટ થઈ ગયાં છે. સ્કૂલમા તપાસ માટે તેમણે એક કમિટી બનાવી છે. પાંચ સભ્યોની તૈયાર કરાયેલી કમિટીમાં તમામ ફરિયાદની તપાસ થશે.કમિટી 10 દિવસમાં એક રીપોર્ટ શિક્ષણ વિભાગને સોંપશે
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શિક્ષણ અધિકારી એલર્ટ થઈ ગયાં છે. તેમણે આ સ્કૂલમાં તપાસ માટે એક કમિટી બનાવી છે. પાંચ સભ્યોની તૈયાર કરાયેલી કમિટીમાં તમામ ફરિયાદોની તપાસ કરાશે. આ કમિટી સ્કૂલના જરૂરી દસ્તાવેજોની તપાસ કરશે. આ કમિટીમાં રહેલા સીએ સ્કૂલના ઓડિટનો એક રીપોર્ટ તૈયાર કરશે. સ્કૂલમાં લેવામાં આવતા ડોનેશનની ફરિયાદ મુદ્દે તપાસ કરાશે. સ્કૂલમાં રહેલા સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે. આ કમિટી 10 દિવસમાં એક રીપોર્ટ શિક્ષણ વિભાગને સોંપશે.













