રાજ્યમાં ખાતરના વધતાં ભાવ અને અછત સામે ખેડૂતો અને કિસાન સંઘોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખાતરની અછતને લઈ કિસાન સંઘે ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતોને ખાતર મેળવવામાં અનિયમિતતાને કારણે સમયસર મળતું નથી. ખેડૂતોને જો સમયસર ખાતર નહી મળે તો પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે,


ખેતીનું ભવિષ્ય નિર્ભર છે સરકારના નિર્ણય પર 

કિસાન સંઘના મહામંત્રી આર.કે.પટેલે, ખાતર કંપનીઓ ખાતર સાથે અન્ય ખાતર આપી રહ્યાનો આરોપ લગાવ્યો છે, ખેડૂતોને ખાતર લેવા માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે, સમયસર ખાતર નહીં મળે તો પાકને નુકસાન થશે તથા ઉત્પાદન ઓછું થશે. ખાતરની અછતને લઈને સતાવાર રજૂઆતો કરવા છતાં કોઈ સમસ્યાનો હલ થયો નથી. કિસાન સંઘે સરકારને ચેતવણી આપી છે કે, જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ખેડૂતો રસ્તા પર ઉતરી આવશે. સબસિડીયુક્ત ખાતરનું કાળા બજારમાં વેચાણ પણ એક ગંભીર સમસ્યા બની છે. સરકારને ખેડૂતોને ઘરે-ઘરે સારી કિંમતે ખાતર પહોંચાડવાની વ્યવસ્થા કરવા અને ભાવ નિયંત્રણ માટે પોલિસીમાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ એવી માગણી પણ ઉઠી છે.

ખેડૂતને પોતાના ઘર સુધી ખાતર પહોંચાડવાની સુવિધાની જરૂર

સમાજમાં ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે જેના કારણે ખાતરના વપરાશથી થતા કેન્સર જેવા રોગોમાં રાહત થશે. ગાય આધારિત ખેતીમાં શરૂઆતંમાં ઓછું ઉત્પાદન થાય છે. સરકાર અને સમાજ આવા ખેડૂતોની વહારે આવવું જોઈએ. સહકારી મંડળીને મળેલું ખાતર પ્રાઈવેટ કંપનીને અપાઈ રહ્યું છે અને પકડાય પણ છે. યુરીયા અને ડીએપી ખાતર કંટ્રોલમાં મુક્યું છે, પોટાશ અને ફોસ્ફરસના બજારના ભાવ પ્રોફિટ કરતાં વધારે છે. ભાવ વધારો થયો છે કે સરકાર પોલિસીમાં ફેરફાર કરી ભાવ નિયંત્રણ પર વિચાર કરે કારણ કે યુરીયા સાથે પોટાસ ખાતર અપાય છે. બનાસકાંઠામાં બટાકાના ઉત્પાદનમાં અન્ય ખાતર પણ સાથે અપાઈ રહ્યું છે. નેનો યુરીયા સાથે અપાય છે જેને ખેડૂત સ્વિકારી શક્યો નથી. ખેડૂતને અન્ય ખાતર અપાઈ રહ્યા છે તે ખોટું છે. ખેડૂતને ઘર સુધી પહોંચાડવા મધ્યપ્રદેશ કામ કરી રહ્યું છે તો ગુજરાત સરકાર પણ તેના વિશે વિચારે તે અંગે રજૂઆત કરી છે. 

  • Follow us on: