ગુજરાતમા માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ વરસાદ રોકાયા બાદ માર્કેટ યાર્ડમાં જણસી વેચવા આવેલા ખેડૂતોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. અમદાવાદમાં જેતલપુર APMCમાં ખેડૂતોની લાઈનો લાગી છે. ડાંગરનો પાક લઈને આવેલા ખેડૂતોની મોટી કતારો જોવા મળી રહી છે. ખેડૂતોને ડાંગરનો સારો ભાવ મળે તેવી આશા છે.
અમદાવાદની જેતલપુર APMCમાં લાગી લાઇનો
અમદાવાદની જેતલપુર APMCમાં ડાંગરનો પાક લઈને વેચવા માટે આવેલા ખેડૂતોની મોટી કતારો જોવા મળી રહી છે. ખેડૂતોને ડાંગરનો સારો ભાવ મળે તેવી આશા છે. વરસાદને કારણે ખેડૂતો સહિત વેપારીઓને પણ નુકસાન પહોંચ્યું છે. વેપારીઓએ ખરીદેલી ડાંગરનો જથ્થો પલળી જતાં ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતોને પણ અપેક્ષા કરતાં ડાંગરનો ભાવ ઓછો મળી રહ્યો છે. ડાંગરનો પ્રતિ મણ 450ના ભાવ સામે 350થી 380 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.













