વડોદરામાં પાદરાનો ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સરકાર અને તંત્ર દ્વારા રાજ્યના અન્ય બ્રિજોની મરામત અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મુદ્દે અમદાવાદ શહેરમાં બ્રિજોની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં મહાનગર પાલિકા દ્વારા સબ સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં AMCએ બ્રિજની કામગીરી અને સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે.
નિરીક્ષણ બાદ જર્જરિત બ્રિજની મરામત કરાઈ રહી છે













