અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. શહેરમાં ટ્રાફિક પોલીસે બે દિવસમાં વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. પોલીસે નવરાત્રિ શરૂ થયા પહેલા જ ટ્રાફિકના નિયમો પાળવા માટે વાહન ચાલકોને અપીલ કરી હતી.


રોંગ સાઈડ વાહન ચલાવવા મુદ્દે 403 લોકો સામે

નવરાત્રિના બે દિવસ દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 339 કેસ કરીને 1.14 લાખનો દંડ વસૂલ કર્યો છે. જ્યારે કારમાં લગાડેલી બ્લેક ફિલ્મ મુદ્દે 108 ફરિયાદ દાખલ કરીને 54 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત રોડ પર ઓવર સ્પીડમાં પસાર થતા વાહનોના કેસમાં 2.86 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવા મુદ્દે 403 લોકો સામે કેસ કરી 7.36 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

બે નોરતા દરમિયાન 19 વાહનો ડિટેઈન કર્યા

ટ્રાફિક પોલીસે પ્રથમ બે નોરતા દરમિયાન 19 વાહનો ડિટેઈન કર્યા હતાં. નવરાત્રિ દરમિયાન પોલીસની ડ્રાઈવથી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકોને પોલીસ દ્વારા દંડ કરવામાં આવી રહ્યો છે. રોડ પર ઓવર સ્પીડમાં જનારા વાહન ચાલકો સામે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. નવરાત્રિના બે જ દિવસમાં પોલીસે સૌથી વધુ રોંગ સાઈડમાં વાહન ચલાવનાર લોકો પાસેથી 7.36 લાખનો દંડ વસૂલ્યો છે.


  • Follow us on: