વિવેકાનંદનગરની દ્વારકેશ પાર્ક સોસાયટીમાં બે પડોશીમાં સામાન્ય બાબતમાં ઝગડો થયો, પડોશી દ્વારા ખોદકામ કરવાની ના પાડવા જેવી નજીવી બાબતે એકબીજાને સામે મારામારી પર આવી ગયા અને પડોશીને મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જે બાબતે વિવેકાનંદનગર પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.


પડોશીએ નજીવી બાબાતે માર્યો ઢોર માર

સાચો સગો પહેલો પડોશી તેવું કહેવાય છે પરંતુ તેનાથી ઉલડું જ જાણે આજે સમાજમાં બનતી આવી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે ત્યારે દ્વારકેશ સોસાયટીમાં રહેતા 66 વર્ષીએ કલ્પનાબેન મકવાણાને તેમના પડોશમાં રહેતા ચેતનભાઈ જોશી, નેહા જોશી, મિતાલી જોશી અને અન્ય એક વ્યક્તિએ તેમને ઢોર માર માર્યો હતો. જેથી તેમને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. આ ચારેય વિરુદ્ધ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે. ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

અગાઉ પણ આવી એક ઘટના સામે આવી હતી જેમાં અમદાવાદ બહેરામપુરામાં તું દરરોજ ખાલી ખોટા ચાલીમાં કેમ આંટા ફેરા કરે છે, તારા ઘરમાં જઇને ફોન પર વાતો કર કહીને પાડોશીએ યુવક સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં પાડોશીએ છરી વડે યુવક પર હુમલો કરીને ત્યાંથી નાસી ગયો હતો. યુવકને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી હતી.


  • Follow us on: