અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમ લલિત સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધોરણ 9 માં અભયસ કરતી એક વિદ્યાર્થીની શાળાના ચોથા માળેથી નીચે પટકાઈ હતી જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઇ છે.


ધો.9 ની વિદ્યાર્થિની ચોથા માળેથી પટકાઈ

સોમવારે બનેલી આ ઘટનામાં વિધાર્થીની ચોથા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

શાળા પરિવાર અને વાલીઓમાં ચિંતાનો માહોલ

આ ઘટના ક્યાં સંજોગોમાં બની તે અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી. શાળા સત્તાધીશો અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે શાળા પરિવાર અને વાલીઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.



  • Follow us on: