WFEB દ્વારા આયોજિત 7મી વર્લ્ડ સમિટ ઓન એથિક્સ ઇન બિઝનેસમાં રમતગમત, રાજકારણ, વ્યવસાય, શિક્ષણ, NGO અને થિંક ટેન્ક ક્ષેત્રોના વૈશ્વિક નેતાઓએ હાજરી આપી હતી.ચર્ચા દરમિયાન પ્રશ્નો ઊઠ્યા કે શું નૈતિક મૂલ્યો સાથે પણ સફળતા મેળવી શકાય છે? અને ઉચ્ચ દબાણવાળી સ્પર્ધાત્મક દુનિયામાં પ્રામાણિક રીતે જીતવા માટે શું જરૂરી છે? આ સમિટમાં રમત યુદ્ધ, લૈંગિક સમાનતા, માનસિક આરોગ્ય, ઊંચા પ્રદર્શન અને દીર્ઘાયુ જેવી વિષયવસ્તુઓ પર પણ ચર્ચા થઈ હતી.ફક્ત રમતગમતમાં જ નહીં પણ જીવન અને નેતૃત્વમાં શ્રેષ્ઠ બનવા માટે શું જરૂરી છે તે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.


બાળક ચાલવાનું શરૂ કરે એ પહેલાં જ રમવાનું શરૂ કરી દે છે

શ્રી શ્રી રવિશંકરએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, રમતગમતમાં કાં તો તમે જીતો છો અથવા બીજાને જીત અપાવો છો. આપણે હાર અને જીત બંનેની ઉજવણી કરવાનું શીખવું જોઈએ.રમવાની ક્રિયાથી જ આનંદ આવે છે.જ્યારે આપણે આ સમજીએ છીએ ત્યારે રમતગમતમાં આપણે સ્વાભાવિક રીતે નૈતિક બની જઈએ છીએ. નહીં તો રમતના મેદાન હિંસક બની જાય છે.બાળક ચાલવાનું શરૂ કરે એ પહેલાં જ રમવાનું શરૂ કરી દે છે. રમતો આપણામાં સહજ રીતે હોય છે તો આજે શું ખોટું થઈ રહ્યું છે? તેમણે એ તરફ પણ ધ્યાન દોર્યું કે રમતો અને સંગીત હોવા છતાં વિશ્વની તૃતીયાંશ વસ્તી આજે પણ એકલતા,હતાશા અને ઉદાસીનતા અનુભવી રહી છે આ વિચારવા જેવી વાત છે. જો આપણે આખા જીવનને એક રમત તરીકે લઈએ તો દુનિયામાં ન તો યુદ્ધ હશે ન દ્વેષ અને ન અવિશ્વાસ.

હેતુ વિના પ્રદર્શન ખાલી છે

પેલેસ્ટિનિયન મહિલા ફૂટબોલ ટીમના પ્રથમ કેપ્ટન હાની થલજીહે કહ્યું હતું કે, હેતુ વિના પ્રદર્શન ખાલી છે. નૈતિકતા વિના સફળતા નાજુક છે.જવાબદારી વિના શક્તિ ખતરનાક છે.સાચી સફળતા માત્ર ટ્રોફીમાં નહીં પણ જીવનને ઉથ્થાન આપે એમાં છે. કેમ કે રમતનું અસ્તિત્વ એકલતામાં નથી તે સમાજનું પ્રતિબિંબ છે. એક અનોખા સત્રમાં એ વિષય પર ચર્ચા થઈ કે કેટલીક અદ્યતન રમતોમાં ખેલાડીઓને તબીબી દેખરેખ હેઠળ પ્રદર્શન સુધારનારા પદાર્થો વાપરવાની મંજૂરી આપવામાં આવે છે.કેટલાકે તેને માનવ ક્ષમતા વધારવાનો માર્ગ માન્યો જ્યારે બીજાઓએ તેને નૈતિક અધોગતિ ગણાવી છે.


  • Follow us on: