અમદાવાદના નવરંગપુરમાં આવેલી સોમલલિત સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ગઈકાલે શાળામાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ચોથા માળેથી પડતૂ મૂકયું હતુ, વિધાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં આજે તેનું સારવાર દરમિયાન મોત થયું છે, નવરંગપુરા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


ગઇકાલે સ્કૂલના ચોથા માળેથી પડતું મૂક્યું હતું વિધાર્થીનીએ

નવરંગપુરામાં આવેલી સોમલલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગુરુવારે સવારે રિસેસમાં સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં એક બહેનપણીએ આપઘાત કરતા રોકવા માટે તેનો હાથ પણ પકડી લીધો હતો છતાં તેણે કૂદકો મારી દીધો હતો. જેમાં વિદ્યાર્થિનીને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ અંગે નવરંગપુરા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધીને નોંધીને તપાસ હાથ ધરી હતી.

વિદ્યાર્થિની સોમલલિત સ્કૂલમાં છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરે છે

રિસેસ પડતા તે ચોથા માળેથી કૂદી પડી હતી. તે દરમ્યાન વિદ્યાર્થિનીના ત્રણ મિત્રોએ રોકીને આવુ ન કરવા તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિદ્યાર્થિનીએ 4 માળેથી કૂદકો મારવા જતા અન્ય એક બહેનપણીએ તેનો હાથ પકડી લીધો છતા કૂદકો માર્યો હતો. જેમાં વિદ્યાર્થિનીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. બીજી તરફ, સ્કૂલ દ્વારા પોલીસ અને વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા.

  • Follow us on: