અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા કેસ બાદ હાઈકોર્ટે વાલીઓની કમિટી બનાવવા માટે સૂચન કર્યું હતું. સ્કૂલમાં બનેલી ઘટના અંગે હવે વાલીઓ તપાસમાં જોડાશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓની ફરિયાદ અંગે તપાસ હાથ ધરાશે. આ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે. સ્કૂલમાં સંપૂર્ણ તપાસ બાદ પોલીસનો અભિપ્રાય લેવાશે. ત્યાર બાદ પ્રત્યક્ષ શિક્ષણનો નિર્ણય થશે.
પાંચ સભ્યોની કમિટી વધુ તપાસ કરશે
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે, સ્કૂલમાં સલામતિ જળવાય તે મુખ્ય હેતુ છે. સ્કૂલમાં સંપૂર્ણ તપાસ બાદ પોલીસનો અભિપ્રાય લેવાશે. ત્યારબાદ ઓફલાઈન શિક્ષણનો નિર્ણય થશે. સ્કૂલમાં તપાસ દરમિયાન અનિયમિતતા સામે આવી છે. તે બાબતે પણ જીણવટ ભરી તપાસ થશે. આરટીઈનો મુદ્દો હાલ કોર્ટમાં પેન્ડિંગ છે જેથી સ્ટે આપ્યો છે. અમારી ટીમે પણ સ્કૂલમાં તપાસ હાથ ધરી છે. પાંચ સભ્યોની કમિટી વધુ તપાસ કરશે. સીસીટીવી અને એમ્બ્યુલન્સ સહિતની સુરક્ષા અંગે તપાસ કરાશે. ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગેનો રિપોર્ટ સોંપાશે. આ સ્કૂલમાં આરટીઈના બાળકોને પણ એડમિશન મળે તે માટે કામગીરી કરાશે.













