અમદાવાદ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા વધુ એક હજાર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમેરા લગાડવા પાછળ ચારેક કરોડનો ખર્ચ કરાશે. શહેરમાં 5600 કેમેરાનું નેટવર્ક ઉભુ કરાયું છે. જે પૈકીના મોટાભાગના કેમેરા બંધ હાલતમાં છે. આ કેમેરા રીપેર કરવાના ઘણા સમયથી વાયદાઓ કરાય છે પણ તે વાયદા પૂર્ણ થતાં નથી. ત્યાં એક હજાર કેમેરા લગાડવાનું આયોજન કરાયું છે.
ગંભીર બનાવો બને તેમાં પણ સીસીટીવી ફૂટેજ મળતા નથી













