અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં કોર્પોરેશનની જમીન પર દબાણ જોવા મળે છે. જેમાં પાક્કા બાંધકામ કરીને કોર્પોરેશનની જમીનને પચાવી લેવા દબાણ ઉભુ કરી દેવામાં આવે છે. જે સામે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. આવું જ એક દબાણ જમાલપુરમાં આવેલા ત્રિકમજી મંદિરની જગ્યા પર કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બિલાલ શેખ દ્વારા કરાયું હતું દબાણ
ઘટનાની મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલા જમાલપુર વિસ્તારમાં આવેલા ત્રિકમજી મંદિરની જગ્યા પર દબાણ ઉભું કરીને પાક્કુ બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. આ બાંધકામ આરોપી બિલાલ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. બિલાલે જમાલપુર ત્રિકમજી મંદિરની જગ્યા પર દબાણ ઉભું કરીને આ જગ્યા પચાવી પાડી હતી. આ બાંધકામ ગેરકાયદેસર હોવાના કારણે કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું.













