અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા છે. અહીં અનેક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાથી પોલીસના દરોડા પડ્યા હોવાના અહેવાલો પણ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ધમધમી રહેલા સ્પા અને મસાજ પાર્લરોને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે.
સ્પા અને મસાજ પાર્લરોની વિગતો પોલીસ પાસે હોવી જરૂરી
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરોની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવ્યાપાર અને અન્ય ગેરકાયદે કૃત્યો ચાલતા હોવાથી કેટલાક અસામાજિક તત્વો આ પાર્લરોની આડમાં ગુનાહિત કૃત્યો કરી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા હોવાનું પોલીસના ધ્યાને આવેલું છે. જેથી આવા સ્પા અને મસાજ પાર્લરોની વિગતો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન પાસે હોવી જરૂરી છે.













