અમદાવાદમાં આજે 7 જુલાઈથી પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થયું. મીઠાખળીમાં વિસ્તારમાં આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પડતી અગવડતાને લઈને તેને પૂર્વ વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું. શહેરના પૂર્વ વિસ્તાર બાપુનગરમાં વ્હાઈટ હાઉસમાં આજથી પાસપોર્ટ સેવાકેન્દ્ર (Passport Seva Kendra (PSK) ) શરૂ થયું.. નાગરિકોને સુવિધા આપવા પાસપોર્ટ કેન્દ્રમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં એમ કુલ પાંચ પાસપોર્ટ સેવા કેન્દ્ર છે.
રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર













