અમદાવાદના નરોડામાં લોકોના પગના તળિયા લાલ થતા લોકોમાં કૂતુહલ છવાઇ ગયું હતું. કેટલાક લોકોએ તે માની જ લીધું હતું કે આ માતાજીનો પરચો છે પણ ઘટના સ્થળે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી અને તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે કોઇ કેમિકલ ઢોળાયુ હોવાથી લોકોના પગના તળિયા લાલ થઇ રહ્યા છે
નરોડામાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના લોકોના પગના તળિયા લાલ થતાં લોકોમાં કૂતુહલ
અમદાવાદના નરોડામાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના લોકોના પગના તળિયા લાલ થતાં લોકોમાં કૂતુહલ જોવા મળ્યું હતું. છેલ્લા બે દિવસથી લોકોના પગના તળિયા લાલ થઇ રહ્યાં હતા. અચાનક જ લોકોના પગના તળિયા લાલ થતાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ શરુ થઇ ગઇ હતી.













