અમદાવાદમાં વિપુલ દુધિયાને 10 હજારનો દંડ ફટકારાયો છે. મીઠાઇમાંથી જીવાત નીકળતા AMCએ વિપુલ દુધિયાને દંડ ફટકાર્યો છે.


મીઠાઇમાંથી જીવાત નીકળી

વિપુલ દૂધિયાની સ્ટેડિયમ બ્રાન્ચનો આ બનાવ છે જેમાં મીઠાઇમાંથી જીવાત નીકળતા ગ્રાહકે FSSAIમાં ફરિયાદ કરી હતી.

AMCએ ટીમ મોકલી મીઠાઈના સેમ્પલ લીધા

FSSI એ આ મામલાની તપાસ માટે નોડલ એજન્સી તરીકે AMC ને જાણ કરી હતી. જેથી આ મામલે કોર્પોરેશનની ફૂડ શાખા પણ હરકતમાં આવી હતી. AMCએ ટીમ મોકલી મીઠાઈના સેમ્પલ લીધા હતા અને તપાસ કરી હતી.

કોર્પોરેશનની ટીમે વિપુલ દુધિયાને 10 હજારનો દંડ ફટકાર્યો

કોર્પોરેશનની ટીમે વિપુલ દુધિયાને 10 હજારનો દંડ ફટકાર્યો છે જેનાથી મીઠાઇ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સામે ચેડાં થઇ રહ્યા છે ત્યારે દરેકે સજાગ રહેવાની જરુર છે. 

  • Follow us on: