અમદાવાદ DEOએ ખોખરાની સેવન્થ ડે સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો છે કે આટલી ગંભીર ઘટનાને કેમ છુપાવી તેનો જવાબ આપો. જિલ્લા શિક્ષણાધીકારીએ ના દિવસે જ સ્કૂલને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. કચેરી દ્વારા પુછવામાં આવ્યું છે કે ઘાયલ વિદ્યાર્થીની સારવાર શાળા દ્વારા કેમ કરાવવામાં ના આવી


રાજ્યભરમાં આ ઘટનાનો વિરોધ

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની અન્ય એક વિધાર્થીએ જ ચાકૂ મારીને કરેલી હત્યાના જબરજસ્ત પડઘાં પડ્યા છે. રાજ્યભરમાં આ ઘટનાનો વિરોધ જોવા મળી રહ્યો છે. ઉશ્કેરાયેલા વાલીઓએ તો બુધવારે શાળામાં તોડફોડ પણ કરી હતી. આજે પણ એનએસયુઆઇ તથા વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળાની બહાર એકત્ર થઇને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

તત્કાળ સારવાર કેમ ન અપાવી

દરમિયાન જિલ્લા શિક્ષણાધીકારીએ ઘટનાના દિવસે જ શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે. શિક્ષણાધીકારીએ શાળા પાસે જવાબ માંગ્યો છે કે આટલી ગંભીર ઘચના થઇ હોવા છતાં શાળાએ ઘટનાને કેમ છુપાવી અને તેની શિક્ષણાધીકારી કચેરીને જાણ કેમ ના કરી . ઉપરાંત ઘાયલ વિદ્યાર્થી જ્યારે લોહિલુહાણ હાલતમાં હતો ત્યારે તેને તત્કાળ સારવાર કેમ ન અપાવી તેવો સવાલ પણ પુછવામાં આવ્યો છે

એનઓસી કેમ રદ ના કરવી તેવો સવાલ

આટલી ગંભીર બેદરકારી અને લાપરવાહી દાખવનાર સેવન્થ ડે સ્કૂલની એનઓસી કેમ રદ ના કરવી તેવો સવાલ પણ શાળા સંચાલકને પુછવામાં આવ્યો છે.

 પ્રાથમિક તપાસમાં સ્કૂલની બેદરકારી

ડીઇઓએ કહ્યું કે આ મામલે વાલીઓ તથા વિદ્યાર્થીઓના નિવેદનના આધારે તપાસ થશે તથા પોલીસની સાથે મળી સ્કૂલમાં CCTV ના આધારે તપાસ થશે કરાશે. સ્કૂલમાં 11-12 ગુજરાત બોર્ડ હોવાથી બોર્ડને પણ રિપોર્ટ મોકલાયો છે તથા રાજ્યના શિક્ષણ વિભાગને પણ રિપોર્ટ મોકલી આપાયો છે. પ્રાથમિક તપાસમાં સ્કૂલની બેદરકારી દેખાઈ રહી છે તેમ તેમણે જણાવ્યું હતું 

  • Follow us on: