આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. આજથી હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું છે. હાટકેશ્વર બ્રિજને છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ તરીકેનું નામ અપાયું હતું પણ તંત્રના ભ્રષ્ટાચારના કારણે આખરે આ બ્રિજ તોડવાનો નિર્ણય લેવાયો હતો. ભ્રષ્ટાચારી કામગિરી કરવાના કારણે બ્રિજનું બાંધકામ નબળુ હોવાનું બહાર આવ્યું હતું જેથી બ્રિજને બંધ કરી દેવાયો હતો.
હાટકેશ્વર બ્રિજને લઇ મોટા સમાચાર
અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે. આખરે હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરાઇ છે. સવારથી જ જેસીબી મશીનો દ્વારા બ્રિજને તોડી પાડવાની કામગિરી કરાઇ રહી છે. બ્રિજને તોડવાનું શરુ કરાતા સ્થાનિક રહિશો પણ સ્થળ પર એકત્રીત થઇ ગયા હતા
હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો મોટો પુરાવો
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો મોટો પુરાવો છે અને તેના કારણે બ્રિજનું બાંધકામ હલકી કક્ષાનું હતું અને નબળું હતું જે લોકો માટે જોખમી પણ હતું. બ્રિજની હાલત ખરાબ હોવાથી બ્રિજને છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવાયો હતો. લગભગ 42 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરાયું હતું.
બ્રિજના બાંધકામ વિશે અનેક સવાલો
ઉલ્લેખનિય છે કે હાટકેશ્વર બ્રિજને 2015માં બનાવાનું કામ શરુ કરાયું હતું અને 2017માં પુલની કામગિરી પૂર્ણ થઇ હતી. જો કે ત્યારબાદ બ્રિજના બાંધકામ વિશે અનેક સવાલો ઉઠ્યા હતા અને તેથી કોર્પોરેશન દ્વારા અલગ અલગ એજન્સીઓ પાસેથી બ્રિજની ચકાસણી કરાઇ હતી. બ્રિજની ચકાસણીમાં પણ આ બ્રિજ હલકી કક્ષાનો અને તેનું બાંધકામ યોગ્ય રીતે ના થયું હોવાનું બહાર આવ્યું હતું