ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. AMC હેલ્થ વિભાગનું વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. AMC દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર કરાઇ તપાસ કરવામાં આવી છે. ભુદરપુરામાં ભાગ્યોદય બિલ્ડર્સની સાઇટ સીલ કરવામાં આવી છે.


મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સાઇટ સીલ કરવમાં આવી 

સેરેનિયસ લાઈફની સાઇટ પરથી મચ્છરોના બ્રિડિંગ મળ્યા છે. નોટિસ આપી દંડ ફટકાર્યો છતાં કોન્ટ્રાક્ટરે દંડ ન ભર્યો, 50 હજારનો દંડ ન ભરાતા આજે સાઇટ સીલ કરવમાં આવી છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ઉંચી અને સાંકડી જગ્યાએ ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

રોગચાળો અટકાવવા ડ્રોનથી દવાનો છંટકાવ

શહેરમાં AMC દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરના બ્રિડિંગને લઇ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મચ્છરોના બ્રિડિંગ મળે તે સાઇટને સીલ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં વધતા જતા રોગચાળાને રોકવા શહેર કોર્પોરેશન દ્વારા હાલ આ કામગીરી હાથ ધરવમાં આવી છે.


  • Follow us on: