રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો છે મહત્વનો નિર્ણય. અમદાવાદમાં AMCએ રક્ષાબંધન પર્વને લઈ બહેનોને  સુવિધા આપતા લીધો છે આ નિર્ણય. રક્ષાબંધનના દિવસે AMTS અને BRTS બસમાં મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણપણે ફ્રી રહેશે. આ નિર્ણયથી બહેનોને મુસાફરી ખર્ચમાં મળશે રાહત. આ નિર્ણયથી ભાઈઓને રાખડી બાંધવા જવામાં બહેનોને સરળતા રહેશે. આ દિવસે AMTS અને BRTSની બસોમાં મહિલાઓ કોઈપણ શુલ્ક ચૂકવ્યા વગર મુસાફરી કરી શકશે.


AMCનો સરાહનીય નિર્ણય 

આ સુવિધાનો લાભ લઈને બહેનો આસાનીથી પોતાના ભાઈઓના ઘરે પહોંચી શકશે અને તહેવારની ઉજવણી કરી શકશે. AMCનો આ નિર્ણય સરાહનીય છે. રક્ષાબંધનના દિવસે ભાઈઓના ઘરે જવા માટે બહેનો માટે વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવાનો આ એક સારો પ્રયાસ છે. આનાથી મહિલાઓને મુસાફરીનો ખર્ચ પણ બચશે અને તેઓ સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકશે.

મહિલાઓને મુસાફરીમાં મળશે વધુ સરળતા અને સલામતી 

સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં જાહેર પરિવહનમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. AMCના આ નિર્ણયથી મહિલાઓને મુસાફરીમાં વધુ સરળતા અને સલામતી મળશે. આશા રાખીએ કે આ સુવિધાનો ઉપયોગ કરીને વધુને વધુ બહેનો પોતાના ભાઈઓના ઘરે પહોંચી શકશે અને આ પવિત્ર સંબંધની ઉજવણી કરી શકશે. આ નિર્ણયથી સમગ્ર શહેરમાં તહેવારનો માહોલ વધુ ખુશનુમા બનશે.


  • Follow us on: