અમદાવાદ શહેરમાં હવે રોડની સાઈઝ મુજબ ફૂટપાથ બનાવવાનો નવો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રોડ કરતાં ફૂટપાથ મોટી બનાવવામાં આવી છે. ત્યારે હવે મનપાના અધિકારીઓનું અણધડ આયોજન પણ ચર્ચામાં આવ્યું છે. અણધડ આયોજનથી પીક અવર્સમાં પણ ભારે ટ્રાફિક જામ થાય છે. જેથી ટ્રાફિકની સમસ્યા વધરતા હવે મનપાના સત્તાધિશો અને તંત્રને બ્રહ્મ જ્ઞાન થયું છે. હવે શહેરમાં રોડની સાઈઝ પ્રમાણે ફૂટપાથ બનાવવામાં આવશે.
ફૂટપાથની ડિઝાઇનને લઈને ફરી વિવાદ
અમદાવાદમાં ફૂટપાથની ડિઝાઇનને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રસ્તો સાંકડો અને ફૂટપાથ પહોળી બનતી હોવાના મુદ્દે સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીએ સ્થળ મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખળી જતો રોડ અને અગાઉ ગિરીશ કોલ્ડ્રિંક નજીક બનાવાયેલી ફૂટપાથની ડિઝાઇન અંગે ચર્ચા થઈ હતી.













