ગુજરાતમાં 'રાત' શબ્દ આવે છે. પરંતુ ગુજરાતમાં વિકાસનો સૂરજ ક્યારેય આથમ્યો નથી. આ રાજ્ય દુનિયાના નકશામાં સિતારાની જેમ ઝગમગે છે.  દેશના વિકાસની વાત હોય કે ભારતવાસીઓના હિતની, ગુજરાતે હંમેશા દેશને નવો રાહ ચિંધ્યો છે. દેશના અન્ય રાજ્યો જ નહીં પરંતુ વિશ્વના દેશોમાં ગુજરાતીઓનો દબદબો છે.મહાત્મા થી મોદી સુધીના યુગમાં અનેક લડવૈયાઓ, નેતાઓ, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, કલાકારો અને ખેલાડીઓએ પોતાનો પરચમ લહેરાવ્યો છે. આ મહાન સપૂતો ભારત દેશનું ગૌરવ છે.


અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ જયંતી 

આવો વધાવી લઇએ આ નવા સોપાનને, જે દેશમાં અતિથિને દેવ માનવામાં આવે છે. ત્યારે 72 દેશના ખેલાડીઓ, પ્રતિનિધિઓને ગુજરાતના ગૌરવ સમાન અમદાવાદ શહેરની ઉત્કૃષ્ટ ઝલક બતાવીએ, મહેમાનગતિથી દરેક અવસરને મહેકાવીએ. આ એક સુવર્ણ અવસર છે કારણકે કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930માં થઈ અને 2030ના વર્ષમાં 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે ત્યારે કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ જયંતી અમદાવાદના આંગણે થવા જઈ રહી છે.

ઓન્ટારીઓમાં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 

1930માં કેનેડાના હેમિલ્ટન, ઓન્ટારીઓમાં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત થઈ હતી. તે સમયે 11 દેશનાના 400 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 2003માં હૈદરાબાદમાં આફ્રો-એશિયન કપ પણ યોજાયો હતો. અને હવે 2030માં ભારતના અમદાવાદ શહેરમાં આ પ્રતિષ્ઠિત ગણાતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે  કોમનવેલ્થ ગેમ્સ ઉપરાંત, ભારતે 1951 અને 1982ની એશિયન ગેમ્સનું પણ આયોજન કર્યું છે.

નોંધ : ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લ દ્વારા આ લેખ ખાસ સંદેશ ડિજિટલ માટે લખીને મોકલવામાં આવ્યો છે...


આ પણ વાંચો : Mehsana: BLOની કામગીરીનું ભારણ જીવલેણ, સતલાસણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન

  • Follow us on: