અમદાવાદમાં પૂર્વ ઝોનમાં બ્રિજ મેન્ટેનેન્સ સહિત બુલેટ ટ્રેન અને રેલવે ટ્રેકની કામગીરીને કારણે વાહન ચાલકો માટે રાતના સમયે કેટલાક રસ્તા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ પણ જાહેર કરવામાં આવ્યો છે.


તમામ રસ્તા રાત્રે 11 કલાકથી સવારે 6 વાગ્યા સુધી બંધ

શહેરમાં શાહિબાગ અંડરબ્રિજ પર આવેલા રેલવેના ટ્રેકમાં સ્ટ્રેન્થનીંગ અને પ્લેટો લાગવાની કામગીરી કરવામાં આવશે. તે ઉપરાંત ગાંધી રિવર બ્રિજ પર રીપેરિંગની કામગીરી કરશે. જેથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવશે. જ્યારે કેડિલા બ્રિજ પર બુલેટ ટ્રેનની કામગીરીને કારણે બીઆરટીએસ બસનો રૂટ બંધ કરાશે. આ તમામ રસ્તા રાત્રે 11 કલાકથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.

તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો

તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ તરીકે દિલ્હી દરવાજા તેમજ સુભાષ બ્રિજ તરફથી આવતા વાહનચાલકો માટે એરપોર્ટ તરફ જવા માટે શિલાલેખ ફ્લેટ થઈને રિવરફ્રન્ટ પરથી અવરજવર કરવા માટે રસ્તો આપવામાં આવ્યો છે. જ્યારે એરપોર્ટથી ગાંધીનગર તરફ જવા માટે વાહન ચાલકો ડફનાળાથી રિવરફ્રન્ટ થઈ અલગ રસ્તો ઉપયોગમાં લઈ શકશે.  


આ પણ વાંચોઃ Vadodara News: હવે રજિસ્ટ્રેશન વગર નહીં મળે બગીચામાં એન્ટ્રી, નિર્ણય લોકોએ આવકાર્યો


  • Follow us on: