અમદાવાદ શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે છેલ્લા બે દિવસમાં એકસાથે ત્રણ સ્થળોએ રેડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. બોપલ-આંબલી રોડ, એલિસબ્રિજ અને આનંદનગર જેવા પોશ વિસ્તારોમાં ચાલતા આ 'ગોરખધંધા'નો પોલીસે પર્દાફાશ કર્યો છે.


આ ત્રણ સ્થળોએ કરવામાં આવી રેડ

ધી ઝીરો સ્પા (ઈસ્કોન-આંબલી રોડ, બોપલ)

સરખેજ પોલીસે વનવર્લ્ડ વેસ્ટ કોમ્પ્લેક્ષમાં ચાલતા આ સ્પામાં ડમી ગ્રાહકની મદદથી રેડ કરી હતી. પોલીસે સ્પામાંથી સંચાલિકા મહિલા અને મેનેજરની ધરપકડ કરી છે. રૂમમાંથી ડમી ગ્રાહક અને મહિલા મળી આવતા રોકડ રકમ સાથે ગુનો નોંધાયો હતો, જ્યારે અન્ય ત્રણ મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી હતી.

લેમન આયુર્વેદિક સ્પા (આંબાવાડી, એલિસબ્રિજ)

શ્રી કૃષ્ણા કોમ્પ્લેક્ષમાં આવેલા આ સ્પામાં ડમી ગ્રાહક મોકલી પોલીસે રેડ કરી હતો. અહીં ગ્રાહકો પાસેથી નક્કી રકમ લઈ શારીરિક સવલતો પૂરી પાડવામાં આવતી હતી. રૂમમાંથી કઢંગી હાલતમાં યુગલ અને કાઉન્ટરમાંથી કોન્ડમના પેકેટ્સ તથા રોકડ કબ્જે કરવામાં આવી હતી. જોકે, સ્પાનો સંચાલક પોલીસની રેડ પહેલાં જ ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

ન્યૂ અરીસ્તા વેલ સ્પા (આનંદનગર)

હરણ સર્કલ નજીક દેવ ઓરમ કોમ્પ્લેક્સમાં ચાલતા આ સ્પામાં પોલીસે ઓચિંતી રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી મેનેજરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો, જ્યારે સ્પાનો માલિક પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઓપરેશનમાં પોલીસે બાતમી અને ડમી ગ્રાહકોનો ઉપયોગ કરીને દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ત્રણેય સ્પાના સંચાલકો, માલિકો અને મેનેજરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Surat News: રોફ જમાવવા જાહેરમાં કેક કાપનાર પિન્ટુને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, પાંડેસરા પોલીસે શેર કર્યો વિડિયો



  • Follow us on: