રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને ગુજરાત હાઇકોર્ટ તરફથી વધુ એક કેસમાં મોટી રાહત મળી છે.હાઇકોર્ટે TPO મનસુખ સાગઠિયાને અપ્રમાણસર મિલકત ના કેસમાં જામીન મંજૂર કર્યા હતાં. હવે તેની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાગઠિયા સામે PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પ્લેઇન્ટ દાખલ કરવામાં આવી છે. 24.31 કરોડની અપ્રમાણસર મિલકત કેસમાં ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
રોકડમાં નિયમિત RD થાપણો પણ મળી હતી
મનસુખ સાગઠિયાએ રાજકોટ પોસ્ટ ઓફિસમાં મોટા પ્રમાણમાં આરડી કરી હતી. મનસુખ સાગઠિયા પાસેથી રૂ.24.31 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.સાગઠિયાના પત્ની અને પુત્રના નામે રોકડમાં નિયમિત RD થાપણો પણ મળી હતી.રોકાણ કરેલ RD નાણાનો ઉપયોગ સ્થાવર મિલકતની ખરીદીમાં થયો હતો. POC માંથી મેળવેલ રકમનો ઉપયોગ સ્થાવર અને જંગમ મિલકતમાં રોકાણ કરવા કર્યો હતો.













