ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની લીલી ઝંડી મળી ગઈ છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે. ત્યારે આ રમતને લઈને રસપ્રદ ઇતિહાસ જાણીએ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સૌપ્રથમ મેડલ 1934માં જીત્યો હતો. લંડનમાં કુસ્તીબાજ રશીદ અનવરે વેલ્ટરવેઇટ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સમયે માત્ર છ ભારતીય એથ્લેટ્સે ભાગ લીધો હતો. 


ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ

જો કે ભારતને પહેલો ગોલ્ડ મેડલ મેળવવામાં થોડો સમય લાગ્યો. મહાન એથ્લેટ મિલ્ખા સિંહે 1958 માં કાર્ડિફમાં યોજાયેલી ગેમ્સમાં 440 યાર્ડ દોડ માં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિએ ભારતીય એથ્લેટિક્સને નવી ઓળખ આપી હતી. ભારતીય મહિલાઓએ 1978 માં એડમન્ટન, કેનેડામાં યોજાયેલી ગેમ્સમાં પહેલો મેડલ જીત્યો હતો. અમી ઘીઆ અને કંવલ ઠાકર સિંહની જોડીએ બેડમિન્ટન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિનાના વર્ષો

ભારત માત્ર બે જ વાર કોમનવેલ્થ ગેમ્સમાં એક પણ મેડલ જીત્યા વિના પાછું ફર્યું છે: 1938 (સિડની) અને 1954 (વાનકુવર). અમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047' ના વિઝનને અને ભારતીય રમતગમત માળખાને વૈશ્વિક સ્તરે લઈ જવાના પ્રયાસોને મોટું બળ પૂરું પાડશે. ગુજરાતીઓ જેઓ ફક્ત વેપાર માટે જાણીતા હતા હવે એક ખેલાડી તરીકે પણ નવી ઓળખ ઉભી કરશે.

નોંધ : ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લ દ્વારા આ લેખ ખાસ સંદેશ ડિજિટલ માટે લખીને મોકલવામાં આવ્યો છે...


આ પણ વાંચો : Dwarka News : દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચની છેલ્લા 2 વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ દરિયાકિનારાની માણી સુંદરતા

  • Follow us on: