ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન થશે. રમતગમત જગતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ઇવેન્ટ્સમાંની એક, કોમનવેલ્થ ગેમ્સ વિશેના કેટલાક રસપ્રદ તથ્યો અને ઇતિહાસ વિશે જાણીએ. એક સમયે કોમનવેલ્થ ગેમ્સ અગાઉ 'બ્રિટિશ એમ્પાયર ગેમ્સ' તરીકે ઓળખાતી હતી. વર્ષ 1930માં કેનેડાના હેમિલ્ટન શહેરમાં થઈ. 'બ્રિટિશ એમ્પાયર ગેમ્સ' તરીકે થઈ હતી. સમય જતાં તેનું નામ બદલાયું .કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દર ચાર વર્ષે ઓલિમ્પિક ગેમ્સની જેમ થાય છે. (1942 અને 1946 સિવાય).
કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે અમદાવાદ
અમદાવાદમાં વર્ષ 2030માં યોજાવા જઇ રહલી 74મી કોમનવેલ્થ ગેમ્સમાં 74 દેશો અને પ્રદેશોના એથ્લેટ્સ ભાગ લેશે. આ દેશો વિશ્વની લગભગ 32% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2030 ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન શહેર ભારતનું અમદાવાદ બનશે. 100 વર્ષ પૂરા થવાના આ સેન્ટિનરી ગેમ્સ ભારત માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ હશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન 2010 માં નવી દિલ્હીમાં જોવા મળ્યું હતું, જ્યારે ભારતે 101 મેડલ જીતીને મેડલ ટેલીમાં બીજું સ્થાન મેળવ્યું હતું.













