અમદાવાદમાં રોડ પર 3 ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી પતિ - પત્ની પસારથી રહ્યા હતા. તે દરમિયાન અચાનક કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વીજ વિભાગ દ્વારા કરંટ બંધ કરી દંપતિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.


અમદાવાદ વીજ કરંટથી બેના મોત થયા

શહેરમાં વીજ કરંટથી બેના મોત થયા છે. નારોલ ખાડામાં ભરાયેલા પાણીમાં કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. એક્ટિવા લઇને જતા યુવક-યુવતીનું મોત થયું છે. રસ્તામાંથી પસાર થતી વખતે કરંટ લાગ્યો હતો. આ બનાવને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગે જાણ કરી હતી. ફાયર વિભાગે બન્નાની મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયા છે. હાલ બંનેની બોડી કાઢી નારોલ પોલીસે તપાસ હાથ ધરી છે.

 મૃતકના પરિવારજનોએ ન્યાયની માગ કરી

શહેરમાં વીજ કરંટથી દંપતીનું મોત થયાની ઘટના સામે આવી છે. નારોલ મટન ગલીમાં ખાડામાં ભરાયેલા પાણીમાં કરંટ લાગ્યો હતો. એક્ટિવા લઇને જતા પતિ - પત્ની રસ્તામાંથી પસાર થતી વખતે કરંટ લાગ્યો હોવાની ઘટના બની હતી. ફાયર વિભાગે બંનેના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. આ ઘટનાની જાણ થતા પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. વીજ પોલ રસ્તા પર પડ્યો હતો ત્યારે બંધ ન કર્યો. મારો છોકરો મરી ગયો પછી કેમ રસ્તા બંધ કર્યા છે.


  • Follow us on: