ગુજરાત રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળતી હોય છે. ત્યારે આજે અમદાવાદમાં રાજ્યની મંથલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. આજે ક્રાઈમ કોન્ફરન્સમાં છેલ્લા 6 મહિના ગુનાની સમીક્ષા કરવામાં આવી છે. શહેરના તમામ પીઆઇએને અલગ અલગ સૂચના આપવામાં આવી છે.


 મંથલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

આ ક્રાઈમ કોન્ફરન્સમાં CP કહ્યું કે ગુના હાલ કાબુ હેઠળ છે. ગંભીર પ્રકારના ગુના ઓછા થઈ રહ્યા છે. સીસીટીવી પ્રોજેકેટ હાથમાં લીધો હતો કે લોકો સ્વૈચ્છ્ય કેમેરા લગાવે. જે અનુસંધાને 22 હજાર 700 કેમેરા લગાવ્યાએ પોલીસને ખૂબ ઉપયોગી બન્યા છે. લોકોની ભાગીદારીથી કેમેરા લગાવ્યા છે. સરકારના કેમેરા જેટલા પ્રાઇવેટ કેમેરા લાગી ગયા છે. આ કેમેરાથી ચોરી, લૂંટ જેવા ગંભીર ગુના ડિટેકટ થયા છે.

શહેર પોલીસને જે જે પડકાર મળ્યા છે તે પૂર્ણ કર્યા

આ સીસીટીવી લીધે ચોરીના કેસમાં ગત વર્ષે 42 ટકા થી આ વર્ષે 56 ટકા ડિટેક્શન થયું જે ડિટેક્શન વધ્યું છે. NDPSને ગુનાને લગતી ખાસ એક જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે. જેમાં એક પોલીસ સ્ટેશન પૈકી ચાર પોલીસ કર્મી તૈયાર કરી ડ્રગ્સની બદ્દી નાબૂદ કરવામાં સૂચન કર્યું છે. શહેર પોલીસને જે જે પડકાર મળ્યા છે તે પૂર્ણ કર્યા છે. પ્લેન ક્રેશમાં પોલીસની ખૂબ કામગીરી રહી છે. આવી સ્પીડથી કામગીરી કોઈ વર્લ્ડમાં પણ નહી થઈ હોય.


  • Follow us on: