તાજેતરમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. આ વિનાશકારી વરસાદને કારણે અનેક લોકોના મોત નિપજયા છે અને જાનમાલની ભારે ખુવારી થઇ છે. પંજાબ પ્રાંતમાં પણ અતિવૃષ્ટિને કારણે અનેક લોકોનાં મોત નિપજયા છે અને હજારો મકાનોને નુકશાન થયું છે.
મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે
મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને પંજાબ પ્રાંતમાં થયેલ નુકસાન સંદર્ભે માવનવતા દાખવી રુપિયા 5,00,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે.જે મુખ્ય પ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ત્રણ વ્યક્તિના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે 45000ની સહાયતા રાશિ અર્પણ કરી છે.













