ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ વહીવટી માળખાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીના વહીવટને સુદ્રઢ કરવા માટે નવા કાર્યકારી કુલપતિ તરીકે જગદીશ જોશીની નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણયથી યુનિવર્સિટી કેમ્પસ અને શૈક્ષણિક આલમમાં નવીન ઉર્જાનો સંચાર થશે તેમ માનવામાં આવી રહ્યું છે.


નવા કુલપતિની નિમણૂક સુધી વહીવટી જવાબદારી

સત્તાવાર માહિતી અનુસાર જ્યાં સુધી ગુજરાત યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી જગદીશ જોશી યુનિવર્સિટીના સર્વોચ્ચ વહીવટી પદની કમાન સંભાળશે. તેઓ યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક કાર્યો, આગામી પરીક્ષાઓ, પ્રવેશ પ્રક્રિયા અને વહીવટી નિર્ણયોની સર્વોચ્ચ જવાબદારી નિભાવશે, જેથી વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સત્રને કોઈ અસર ન પહોંચે.

અગાઉના અનુભવનો યુનિવર્સિટીને મળશે લાભ

અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીશ જોશી અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ તરીકે સફળતાપૂર્વક પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. તેમની પાસે યુનિવર્સિટીના આંતરિક વહીવટ અને શૈક્ષણિક પ્રણાલીનો બહોળો અનુભવ છે. તેમના આ પૂર્વ અનુભવનો સીધો લાભ યુનિવર્સિટીના પડતર પ્રશ્નોના નિકાલ માટે અને શૈક્ષણિક કાર્યને વધુ વેગવંતું બનાવવા માટે મળશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: