રાજ્યમાં આજ રાતથી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે જેથી ઠંડી અનુભવાશે
રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે
રાજ્યમાં કમોસમી વરસાદે હવે વિદાય લીધી છે અને શિયાળો શરુ થઇ ગયો છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યનું વાતાવરણ બદલાયું છે અને ધીમે ધીમે ઠંડીની શરુઆત થઇ ગઇ છે. ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.













