ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાને કારણે ગુજરાતમાં સવારે અને મોડી સાંજથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે.દાહોદમાં તો લઘુત્તમ તાપમાન એક ડિજિટમાં પહોંચી ગયું છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે અને કેવી ઠંડી પડશે તે અંગેની આગાહી આપવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.


24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન દાહોદમાં 9.9 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અહીં 24 કલાકમાં ચાર ડિગ્રીથી વધારે તાપમાનનો પારો ઘટ્યો છે. આ સાથે કંડલા, અમરેલીમાં 11 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટ અને વડોદરામાં 12 ડિગ્રી, અમદાવાદમાં 13.6 ડિગ્રી અને સુરતમાં 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


  • Follow us on: