અમરેલીમાં સૌથી ઓછું 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 15.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, મહુવામાં 14.5 ડિગ્રી, કેશોદમાં 14.7 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી, કંડલામાં 15.8 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી, દીવમાં 16.4 ડિગ્રી, પોરબંદરમાં 16.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.5 ડિગ્રી, ડીસામાં 16.6 ડિગ્રી, સુરતમાં 16.6 ડિગ્રી, ભુજમાં 17.7 ડિગ્રી, દમણમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


રાજ્યમાં ઠંડીનો ચમકારો ધીરેધીરે વધશે

હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે.હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. લોકોએ સ્વાસ્થ્ય જાળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.

ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી

ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેર જોવા મળી

પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં લગભગ ૪-૭ ડિગ્રીનો ઘટાડો, જ્યારે મધ્યપ્રદેશ અને ઉત્તરમધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં લગભગ બેથી ૪ ડિગ્રીના ઘટાડાની સંભાવના છે. આગામી છથી સાત દિવસમાં ઉત્તરપશ્ચિમ અને આસપાસના મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેરથી લઈને ગંભીર શીતલહેર જોવા મળશે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાતનું તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું અને સામાન્ય કરતાં ૪-૭ ડિગ્રી ઓછું રહેશે.

સૌરાષ્ટ્રમાં મામૂલી તફાવતે ઠંડીમાં સામાન્ય વધારો-ઘટાડો નોંધાયો છે

અમરેલીમાં ગઈકાલ કરતા આજે ઠંડીની માત્રામાં વધારો થયો છે. જ્યારે રાજકોટ અને રાજ્યના સૌથી ઠંડા શહેર ગણાતા નલીયામાં એક સમાન લઘુતમ તાપમાન નોંધાયું છે. સવાર અને સાંજે ભેજનું પ્રમાણ ઘટી જતા વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાં ધીમેધીમે શિયાળો રફતાર પકડી રહ્યો છે.

ગુજરાતમાં 18 નવેમ્બર પછી કડકડતી ઠંડી પડશે

સૌરાષ્ટ્રમાં આજે સૌથી ઠંડુ શહેર અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ સ્થિર થયો હતો. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતા લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોથી સહારો લઈ રહ્યા છે. રાજકોટમાં ગઈકાલ કરતા આજે ઠંડીમાં વધારો થયો છે સવારમાં ધૂમ્મસના આવરણ વચ્ચે તાપમાન નીચે સરકી જતા હિલસ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. શહેરનું લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રીએ પહોચી ગયું હતું જે આ સિઝનનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છે.

  • Follow us on: