બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે યોજાયેલી "ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર 2025 (GGOY)" ટૂર્નામેન્ટના નવમાં રાઉન્ડમાં 52 ખેલાડીઓએ પોતાની ગોલ્ફિંગ કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓ વચ્ચે જોરદાર રોમાંચક સ્પર્ધા જામી હતી. આ સ્પર્ધા ગુલમોહર ગ્રીન્સ-ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાઈ હતી.
બીજા ક્રમે રહેલા ખેલાડીઓને 1,800 પોઈન્ટ મળ્યા
ચારેય કેટેગરીમાં જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. લો હેન્ડીકેપ કેટેગરીમાં રૂત્વિક ઠક્કર 85 ગ્રોસ અને 33 (B9-18) પોઈન્ટ સાથે વિજેતા બન્યો હતો. માઈકલ વેયર 89 ગ્રોસ અને 33 (B9-17) પોઈન્ટ સાથે રનર્સ-અપ રહ્યો હતો. મિડ હેન્ડીકેપ કેટેગરીમાં પ્રણય પરીખ 89 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યા હતા, જ્યારે નવજોત સિંહ ભામરા 93 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા હતા. હાઈ હેન્ડીકેપ કેટેગરીમાં ગિલ્બર્ટ સેટેરા 98 ગ્રોસ અને 39 પોઈન્ટ સાથે વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. ક્લેમેન્સ ઈગ્નાસિયા 105 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ત્રણેય વિજેતાઓને તેમના પ્રયાસો માટે 3,000 રિવોર્ડ પોઈન્ટ મળ્યા, જ્યારે બીજા ક્રમે રહેલા ખેલાડીઓને 1,800 પોઈન્ટ મળ્યા હતા.













