અમદાવાદમાં વરસાદી માહોલ હાલ પુરતો શાંત થયો છે. પરંતુ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય વધ્યુ છે. તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. મનપાની અધુરી કામગીરીના કારણે રહીશો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ખાડા પડવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ખાડામાં પડી જતા તેને બહાર કાઢવું મુશ્કેલ સાબિત થઇ રહ્યુ છે. અને તંત્રને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઇ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


ખાડાઓ બન્યા મુસીબત

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યુ છે. જેમાં વિવિધ પંથકોમાં વરસાદે કહેર વરસાવ્યો છે. વરસાદી પાણીના કારણે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. સંપર્ક ન થતો હોવાના કારણે તંત્ર તેમના સુધી મદદ પહોંચાડી શકતુ નથી. પરંતુ અમુક સ્થળોએ વરસાદ બાદ મુશ્કેલીનો દૌર શરુ થયો છે. મેટ્રો સીટી અમદાવાદમાં તંત્રની પોલ ખુલી છે. આ પોલ ખુલતાની સાથે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. રસ્તા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. અમદાવાદ-બગોદરા રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન છે. પ્રિ-મોન્સૂનની કામગીરી અધૂરી અને મનપાના દાવા પોકળ સાબિત થયા છે.

તંત્રની અધૂરી કામગીરી

અમદાવાદ-બગોદરા રોડ પર ખાડાઓની સંખ્યા વધી રહ્યા છે. બગોદરા સર્વિસ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. વરસાદથી ખાડા પડતા વાહનચાલકો પરેશાન છે. અને તેમના વાહનો ખાડામાં ફસાઇ રહ્યા છે. રાત્રે સર્વિસ રોડ પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જો કોઇ વાહન કે વાહન ચાલક ખાડામાં પડે તો તેને બચાવવા માટે તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. વારંવાર રજૂઆત કરાયા બાદ પણ તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા છે. તો આ તરફ, રોડ પર ખુલ્લી ગટરોથી અકસ્માતના જોખમ પણ વધી રહ્યા છે. 

  • Follow us on: