અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ. ચોમાસાની સિઝનના આરંભે રાજ્યભરમાં સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી હતી. જયારે છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ અને મધ્યમ વરસાદ જોવા મળ્યો. શહેરમાં સામાન્ય વરસાદમાં જ સુવિધા અને સલામતી આપવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા. વિકાસની વાતો કરનાર તંત્ર જનતાની પ્રાથમિક જરૂરીયાત પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું. શહેરમાં કોર્પોરેશનની અધૂરી કામગીરી તમને ખાડામાં પાડી શકે છે.


તંત્રની કામગીરીથી સ્થાનિકો ત્રસ્ત

સામાન્ય વરસાદમં જ શહેરમાં રસ્તાઓ પર ભૂવા અને ખાડાઓ પડયા છે. શહેરના વ્યસ્ત વિસ્તાર કહેવાતા એવા ગુરુકુળથી ભુયંગદેવ તરફ જવાના રોડ પર ખાડા પડ્યા છે અને બીજી બાજુ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી પણ વરસાદ વચ્ચે અધુરી રાખતા સ્થાનિકો રોષે ભરાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેક્સ ભરીએ છે છતાં પણ કેમ રસ્તા, પાણી અને વીજળીની જરૂરિયાત માટે જનાતએ વલખા મારવા પડે છે.

ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું

ગુરુકુળથી ભુયંગદેવ તરફ જવાનો રોડ પર તંત્ર દ્વારા રોડની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વરસાદની સિઝનમાં સત્વરે કામગીરી પૂરી કરવાના બદલે અધવચ્ચે છોડી જતા રહ્યા છે. તંત્રની રોડની અધૂરી કામગીરીના કારણે વૈભવ સોસાયટીના રહીશો સહિત આસપાસ વિસ્તારના સ્થાનિકો પણ તંત્રની બેદરકારીથી ત્રસ્ત થયા છે. અધૂરી કામગીરીના કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ કર્યું છે.

ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરો

સ્થાનિકોનો આક્ષેપ છે કે વિકાસની લહાયમાં સારા રોડ તોડી અધૂરી કામગીરી કરવામાં આવી. રોડ બનાવવામાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કરતા તેમને દૂર કરવાની અપીલ કરી છે. કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરો. રસ્તાઓ પર એકબાજુ ખાડા પડ્યા છે અને બીજી બાજુ રોડની કામગીરી અધવચ્ચે મૂકી દેવામાં આવી છે જો અકસ્માત થાય તો જવાબદાર કોણ ? શું હજી ગાંધીનગર કે ઓઢવ જેવા વધુ બનાવની તંત્ર રાહ જોઈ રહ્યું છે ???

  • Follow us on: