ગાંધીનગર રાંદેસણ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં પોલીસ તપાસનો ધમધમત શરૂ થયો છે. ગંભીર દુર્ઘટનાની તપાસ માટે DYSP ની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના સભ્યો ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી રહ્યા છે.


સાંયોગિક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા

તપાસ સમિતિ દ્વારા અકસ્માત સ્થળની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં સીઝ કરવામ આવેલી કાર અને અકસ્માતગ્રસ્ત એક્ટિવાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, દુર્ઘટના સાથે સંકળાયેલા સાંયોગિક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે જે કેસને ઉકેલવામાં મદદરૂપ થશે. પોલીસ દ્વવારા આ બનાવને નજરે જોનારા સાક્ષીઓના નિવેદનો ઘટનાક્રમ અને જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પોલીસે અકસ્માતના CCTV પણ કબ્જે કર્યા

વધુમાં પોલીસે અકસ્માત થયો તે વિસ્તારના CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે જેમાંથી દુર્ઘટના કેવી રીતે બની તે સ્પષ્ટ થઇ શકે છે. આ કેસમાં પોલીસની સઘન તપાસ ચાલી રહી છે. આ પ્રકારના હિટ એન્ડ રન કેસ સમાજમાં ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે પોલીસની અ સક્રિયતા આવકાર્ય છે.


  • Follow us on: