ગાંધીનગરમાં તાજેતરમાં બેનાલા હિટ એન્ડ રન કેસમાં બે નિર્દોષ લોકોના મોત અને અનેક વાહનોને નુકસાન થયા બાદ રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટના અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક કાર્યવાહી કરતા તપાસના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, આ ઘટનામાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન પર દબાણ છે કે તેઓ ઝડપથી અને ન્યાયિક રીતે આ કેસનો ઉલેક લાવે.


'હિટ એન્ડ રન કેસમાં તપાસના આદેશ આપ્યા'

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હિટ એન્ડ રન કેસમાં મે તપાસના આદેશ આપ્યા છે. તેમણે ઉમેર્યું કે, જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંઘવીએ જણાવ્યું હતું કે, તેમણે રેન્જ પોલીસ વડા સાથે આ મામલે વિગતવાર વાતચીત કરી છે અને ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

હોસ્પિટલમાંથી વિગત મેળવી છે : હર્ષ સંઘવી

વધુમાં, હર્ષ સંઘવીએ હોસ્પિટલમાંથી પણ આ ઘટના સંબંધિત વિગતો મેળવી છે જેથી ઘાયલોની સ્થિતિ અને અન્ય જરૂરી માહિતી ઉપલબ્ધ બની શકે. આ દર્શાવે છે કે, સરકાર આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવા અને જવાબદારોને કાયદાના દાયરામાં લાવવા કટિબદ્ધ છે. ગૃહ રાજ્યમંત્રીના આ નિવેદનથી પીડિત પરિવારો અને સામાન્ય જનતામાં ન્યાયની આશા જાગી છે. આગામી સમયમાં આ કેસમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.


  • Follow us on: