ગુજરાતમાં ધોરણ 6 થી 8 માં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સક્ર્કારે આ નિર્ણય લીધો છે. બે દિવસની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક ભરતી સ્થગિત કરાતા ઉમેદવારોમાં ક્યાંક નિરાશા તો ક્યાંક રાહત જોવા મળી છે. નવી જિલ્લા પસંદગીની તારીખ અંગે ટૂંક સમયમાં ફરી જાહેરાત કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટના આદેશના પગલે ભરતી સ્થગિત












