ગાંધીનગર જિલ્લા કલેક્ટરે રાજસ્થાનથી થતી ખનિજ ચોરી ઝડપી પાડી છે. રાજસ્થાનથી લવાતા પથ્થરો સાથેના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે રોયલ્ટી,મંજૂરી વગર લવાતા પથ્થરો સાથે ટ્રેલર જપ્ત કર્યા છે. સાત વાહનો સહિત 3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


રાજસ્થાનથી થતી ખનિજ ચોરી ઝડપી પાડી

ગાંધીનગરમાં ખનિજ ચોરી અટકાવવા ભૂસ્તર તંત્ર કમગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવેએ નારદીપુર-ધમાસણા રોડ પર બિનઅધિકૃત ગ્રેવલનું ઓવરલોડ વાહનો પકડાયા છે. રાજસ્થાનથી રોયલ્ટી પાસ વગર પથ્થર વહન કરવામાં આવી રહ્યા હતા.


વાહનો સહિત રૂપિયા 3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત


રાજસ્થાનથી મંજૂરી વગર લવાતા પથ્થરોનો સાથે વાહનો જપ્ત કર્યા છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા ચાર ટ્રેલર જપ્ત કરવામાં આવ્યા છે. રોયલ્ટી તથા મંજૂરી વગર લવાતા પથ્થરોના જથ્થા સાથેના ટ્રેલર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સાત વાહનો સહિત રૂપિયા 3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.


  • Follow us on: