ગુજરાતના પાટનગર એવા ગાંધીનગર શહેરમાં રોડની સાઇડમાં પડેલા ભૂવામાં ગાય પડી હતી. ગાયને બચાવવા માટે ફાયર ટીમના યુવાનોએ એડીચોટીનું જોર લગાવીને ગાયને બહાર કાઢી હતી. વરસાદી માહોલના કારણે શહેરમાં રોડ સાઇડમાં ભૂવા પડ્યા હતા. વરસાદના કારણે પાણી ભરાવવા, ખાડાઓ પડવા, વૃક્ષો પડી જવા જેવી અનેક સમસ્યાઓ સામે આવતી હોય છે. ગાંધીનગર રોડ સાઇડમાં વરસાદના કારણે એક ભૂવો પડી ગયો હતો અને આ ભૂવામાં એક ગાય ખાબકી હતી.


ગાયને બચાવવા ફાયર ટીમ આવી વહારે

દરેક જીવ પ્રત્યે દયા અને પશુ પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ ગાંધીનગરની ફાયર ટીમે રજૂ કર્યું છે. ફાયર ટીમના જવાનોએ અથાક મહેનત કરીને ગાયને બચાવી હતી. ખાડામાં પડી ગયેલી ગાયને દોરડાં નાખી, તેમાં ગાયને પરોવીને તેને ઇજા ન થાય તે રીતે બહાર કાઢવામાં આવી હતી. ગાયને બહાર કાઢવા માટે ફાયર ટીમના જવાનોને ખૂબ પરિશ્રમ કરવો પડ્યો હતો. ગાયને બહાર કાઢવા માટે એક જવાનને ખાડામાં પણ ઉતરવું પડ્યું હતું જેથી તે ગાયને સારી રીતે દોરડામાં પરોવીને બહાર કાઢી શકાય.

પશુ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ

ગાંધીનગરમાં ખાડામાં પડેલી ગાયને બહાર કાઢવા માટે જે રીતે જવાનો કામ કરી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે, ગાય એ એક પશુ નથી, પણ આપણી માતા છે અને જેમાં તેત્રીસ કરોડ દેવદેવતાનો વાસ રહેલો હોય છે. આવી રીતે ગાયને બચાવીને જાણે ગાયમાતાની સેવા કરવાનો તેમને લાહવો મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગાયને બચાવવામાં જે ભાવના યુવાનોમાં દેખાય છે તે ખરેખર સરાહનીય છે.

  • Follow us on: