ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને પકડી પાડવા માટે ACB સક્રિય રહે છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજર લાંચ લેતા રંગેહાથે ઝડપાયો હતો. આરોપીએ આવાસ યોજનાના હપ્તા માટે લાંચ માંગી હતી. ACBએ આરોપી કર્મચારી ઝંખીત રાવળને 3500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આવાસ યોજનાના હપ્તાની રકમ માટે માંગી હતી લાંચ













