ગુજરાતમાં ઘણા સમયથી ફિક્સ પે હટાવવાની માગ વચ્ચે મોટી ઘટના સામે આવી છે. સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગ્રુપનો એક ફોટો વાયરલ થયો છે. જેમાં હમણાં કોઈ કરપ્શન કરતા નહીં તેવો ઉલ્લેખ કરાયો છે. એક કર્મચારીએ કરપ્શન નહીં કરવાની વાત કરી છે. ચારે બાજુ વાયુ વેગે આ વાત ફેલાઈ જતાં ગ્રુપમાંથી લોકોને નીકળી જવા પણ સલાહ અપાઈ છે.


એક કર્મચારીએ કરપ્શન ન કરવાની વાત કહી

સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગ્રુપના વાયરલ થયેલા ફોટો અંગે ગ્રુપના સભ્યનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ ટેલિગ્રામ ગ્રુપમાં 10 હજારથી વધુ સભ્યો છે. જેણે આ ફોટો વાયરલ કર્યો અને કરપ્શન નહીં કરવાની વાત કરી છે તે વ્યક્તિ કોણ છે તેનો અમને ખ્યાલ નથી. અમે સરકાર સામે લડી રહ્યાં છીએ. જેથી ત્રાહિત વ્યક્તિએ સ્ક્રિન શોટ વાયરલ કર્યાની આશંકા છે.

એક કર્મચારી ભ્રષ્ટાચારના કેસમાં પકડાયાની પણ વાત

ટેલિગ્રામ ગ્રુપનો ફોટો વાયરલ થયો હોવાની ચારે બાજુ વાત ફેલાઈ જતા લોકોને આ ગ્રુપમાંથી નીકળી જવા પણ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત એક કર્મચારી પણ ભ્રષ્ટાચારના કેસમાં પકડાયો હોવાની પણ વાત કરવામાં આવી છે. ફિક્સ પે કર્મચારીઓનું આ ટેલિગ્રામ ગ્રુપ છે. જેનો એક ફોટો જબરદસ્ત વાયરલ થયો છે. જેમાં હમણાં કરપ્શન નહીં કરવાની વાત કરવામાં આવી છે.


  • Follow us on: