રાજ્યમાં સરકારે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ દંડની જોગવાઈઓમાં સુધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલા કરી છે. આ સુધારાનો મુખ્ય હેતુ ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ માટે રાજ્ય સરકારે દંડની જોગવાઈમાં જનતા પાસેથી સૂચનો માંગ્ય છે. આ સુધારા અંગે નાગરિકો, વેપારીઓ અને સંબંધિત સંસ્થાનો 30 દિવસની અંદર ઓનલાઈન માધ્યમથી પોતાના સૂચનો આપી શકશે. આ પગલું દર્શાવે છે કે, સરકાર કાયદાને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે હિતધારકોના મંતવ્યોને પણ ધ્યાનમાં લેવા માંગે છે.













