ઓગસ્ટ 2025 દરમિયાન, મંડળે પ્રતિદિન 2999.7 વેગનની રેકોર્ડબ્રેક સરેરાશ હાંસલ કરી, જે ઓગસ્ટ 2024માં નોંધાયેલા 2453.9 વેગનની સરખામણી કરતાં 22.24% વધુ છે. આ ઉપલબ્ધી ઓગસ્ટ 2022માં સ્થાપિત 2980.13 વેગનના અગાઉના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ સ્તરને પણ પાર કરી ગઈ.


કન્ટેનરોમા 6.95% અને પીઓએલ(પેટ્રોલિયમ)માં 1.46%ની વૃદ્ધિ નોંધાઈ

અમદાવાદ મંડળ દ્વારા ઓગસ્ટ મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ એક મિલિયન ટનથી વધુ લોડિંગ કર્યું છે. ભારતીય રેલ્વેમાં કોઈપણ મંડળમાં કરવામાં આવેલ આ સૌથી વધુ લોડિંગ છે. કુલ માલ લોડિંગની દ્રષ્ટિએ, મંડળે 4.54 મિલિયન ટન (એમટી) માલનું સંચાલન કર્યું, જે ઓગસ્ટ 2024ની સરખામણીમાં 25.83% ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે 3.61 એમટી માલ લોડિંગ નોંધાયું હતું. કોમોડિટી વાઈજ લોડિંગમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ખાતર (ફર્ટિલાઇઝર) લોડિંગમાં નોંધપાત્ર 128.55% ની વૃદ્ધિ સાથે સર્વાધિક વૃદ્ધિ નોંધાઈ, ત્યારબાદ મીઠું (ઔદ્યોગિક મીઠા સહિત)માં 68.87%, ઓટોમોબાઈલ્સમાં 39.63%, કન્ટેનરોમા 6.95% અને પીઓએલ(પેટ્રોલિયમ)માં 1.46% ની વૃદ્ધિ નોંધાઈ છે.

30મી ઓગસ્ટ 2025ના રોજ વિરોચન નગરથી મુદ્રા પોર્ટ સુધી પ્રથમ એક્સપોર્ટ કન્ટેનર રેક લોડ કરવામાં આવ્યું હતું

મંડળે દૈનિકઇન્ટરચેન્જમાં એક નવો માપદંડ પણ સ્થાપિત કર્યો, પ્રતિદિન 213.69 ટ્રેનોના સર્વકાલીન ઉચ્ચ સરેરાશ હાંસલ કરી જે ડિસેમ્બર 2023 માં સ્થાપિત 208.7 અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો. મંડળના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (બીડીયું ) દ્વારા સક્રિય વ્યવસાય વિકાસ પહેલોએ આ સિદ્ધિઓમાં વધુ ફાળો આપ્યો. ગાંધીધામ વિસ્તારમાં, 9મી ઓગસ્ટ 2025ના રોજ સણોસરા ગુડ્સ શેડથી દહેજ (વડોદરા ડિવિઝન) સુધી સૌપ્રથમ ઔદ્યોગિક મીઠાનું રેક લોડ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્ષેત્રમાં, 30મી ઓગસ્ટ 2025ના રોજ વિરોચન નગરથી મુદ્રા પોર્ટ સુધી પ્રથમ એક્સપોર્ટ કન્ટેનર રેક લોડ કરવામાં આવ્યું હતું.

  • Follow us on: