રેલવેમાં ડબલિંગ કાર્યને કારણે કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે, ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી એ આ માહિતી આપી છે. રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
•ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલ
આ ટ્રેન હવે 15 ઓક્ટોબર, 2025 સુધી પોરબંદરથી પ્રસ્થાન કરીને ગોપજામ સ્ટેશન સુધી જ ચાલશે તેમજ ગોપજામ–કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
•ટ્રેન નંબર 59205 કાનાલુસ–પોરબંદર લોકલ
આ ટ્રેન હવે 15 ઓક્ટોબર, 2025 સુધી કાનાલુસની બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ–ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ભારતીય રેલવેએ ટિકિટ ચેકિંગ સ્ટાફ માટે બાયોમેટ્રિક સાઇન-ઓન સિસ્ટમ શરૂ કરી છે
આ જ પહેલ હેઠળ ભાવનગર રેલ મંડળે પણ પોતાના ટિકિટ ચેકિંગ સ્ટાફ (TTE) ની ડ્યુટી પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. મંડળના તમામ સાત (7) ટીટીઈ લોબીમાં આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં મૂકી દેવામાં આવી છે. અગાઉ ટિકિટ ચેકિંગ સ્ટાફનું સાઇન-ઓન અને સાઇન-ઓફ કાર્ય યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા કરવામાં આવતું હતું. હવે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે આધાર આધારિત બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં મૂકી છે.