ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરાયો છે, મુસાફરો આ બાબતે ખાસ ધ્યાન આપે, આ ટ્રેનનું સંચાલન જોધપુરને બદલે હવે ભગત કી કોઠીથી કરવામાં આવશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


ગાંધીધામ-જોધપુર એકસપ્રેસ ટ્રેન આ જગ્યાએથી ઉપડશે

•ટ્રેન સંખ્યા 22484 ગાંધીધામ - ભગત કી કોઠી એક્સપ્રેસ ગાંધીધામથી 23.55 કલાક ને બદલે (2.15 કલાક પહેલા) 21.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.15 કલાકે ભગત કી કોઠી પહોંચશે.આ ટ્રેનનો અમદાવાદ ડિવિઝનના સ્ટેશનો પર આગમન પ્રસ્થાનનો સમય સામાંખ્યાલી 22.26/22.28 વાગ્યે, રાધનપુર 00.01/00.03 વાગ્યે, ભાભર 00.20/00.22 વાગ્યે અને ભીલડી 01.20/01.25 વાગ્યે રહેશે.

•ટ્રેન સંખ્યા 22483 ભગત કી કોઠી - ગાંધીધામ એક્સપ્રેસ ભગત કી કોઠીથી 23.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08.30 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેનનો અમદાવાદ ડિવિઝનના સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનનો સમય ભીલડી 04.20/04.25 વાગ્યે, ભાભર 05.00/05.02 વાગ્યે, રાધનપુર 05.18/05.20 વાગ્યે અને સામાખ્યાલી 07.20/07.22 વાગ્યાનો રહેશે.


  • Follow us on: